અમદાવાદ શહેરમાં કોરોનાની વેક્સિન આપવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ૧૫મી જાન્યુઆરી પછી વેક્સિન આવી જવાની શકયતા વ્યક્ત થઈ રહી છે, હાલ ૬૮૨ ટીમોને તાલિમ આપવામાં આવી છે અને એક ટીમ એક દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦ વ્યક્તિઓને રસી આપશે. રસી આપ્યા બાદ તેને એક કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે જેથી અમદાવાદ મ્યુનિ.દ્વારા શહેરની ૩૦૦ સ્કૂલો માં વેક્સિન સેન્ટર ઉભા કરાયા છે.
યુકેમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના ઉપયોગની મંજુરી મળી ગઇ હોવાથી અગામી દિવસોમાં બ્રિટેનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રોજેનેકા રસી આપવામાં આવશે આ સાથે ભારતમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તેવી આશા બંધાઈ છે.
અગામી ૧૫મી જાન્યુઆરી પછી અમદાવાદ સહિત અન્ય સ્થળોએ કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ થશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં ૬૮૨ ટીમોને કોરોના વેક્સિનની કામગીરી માટેની સંપૂર્ણ તાલિમ આપી દેવામાં આવી છે.
એક ટીમ દૈનિક ૧૦૦ લોકોને રસી આપશે.
