રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર 1 જાન્યુઆરીથી મોટાં વાહનોમાં ફાસ્ટેગ ફરજિયાત અમલી કરવા પોલીસ ગોઠવાઈ જશે અને જો ફાસ્ટેગ નહિ હોય અને ગાડી લઈને ટોલ ઉપર પહોંચી ગયા તો પોલીસ ત્રણ ઘણો દંડ વસુલ કરશે,આ બધા વચ્ચે સર્વે માં બહાર આવ્યું કે માત્ર 60 ટકા વાહનમાલિકો પાસે જ ફાસ્ટેગ છે અને તા.31 ડિસેમ્બર સુધીમાં તમામ મોટાં વાહનોમાં ફાસ્ટેગ લાગી જાય તે માટે કેટલીક બેન્કો, પેટ્રોલપંપ સહિતનાં સ્થળોએ હાલ માં વ્યવસ્થા કરવામાં આવી છે.
બીજી તરફ જો સરકાર દ્વારા ફાસ્ટેગની મુદત વધારવામાં નહિ આવે તો ટોલ પ્લાઝા પર ત્રણ ગણો દંડ વસૂલ કરાશે કેમકે કેશની લાઇન જ બંધ કરવાના કારણે ઘર્ષણ ઉભું થવાની શક્યતા જોતા રાતથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે.
ગુજરાત સહિત દેશભરમાં પહેલી જાન્યુઆરી,2021થી મોટાં વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગ અમલી બનાવાયું છે. લોકો વાહનોમાં ફાસ્ટેગનો અમલ કરે તે માટે ટોલ પ્લાઝા પર પાંચ બુથમાંથી ચાર બુથ ફાસ્ટેગના કરી દેવામાં આવ્યા છે. આમ હવે ત્રણ ઘણો દંડ વસૂલવા તખ્તો ગોઠવાઇ ચુક્યો છે.
