એલિયન્સ દ્વારા મૂકી જવાતા મનાતા અને દુનિયાભરમાં 30 દેશો માં વિવિધ જ્ગ્યાઓ ઉપર જોવા મળેલો મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં દેખાતા હાહાકાર મચી ગયો છે અને થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળતા ઉત્તેજના છવાઈ ગઈ છે આ વસ્તુ એલિયન મૂકી ગયા ની વાત થી નવા વર્ષ ની પૂર્વ સંધ્યા એ અનેક અટકળો વહેતી થઈ છે આ મોનોલિથને મિસ્ટ્રી મોનોલિથ કહેવામાં આવે છે. જે એક સ્ટિલનું સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું અને કોણે ઊભું કર્યું તેની કોઈની પાસે કોઈ જ જાણકારી નથી. આ રહસ્યમય મોનોલિથ અમદાવાદમાં જોવા મળતાં લોકોમાં ગજબ નું કુતુહુલ ફેલાયુ છે.અમદાવાદ ના ગાર્ડન માં જે જોવા મળ્યું તેજ વસ્તુ આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કંન્ટ્રી રોમાનિયા તથા અન્ય સ્થળે મોનોલિથ જોવા મળ્યા હતા. અમદાવાદ માં જોવા મળેલી રહસ્ય મય વસ્તુ દુનિયાભરમાં અત્યાર સુધીમાં 30 દેશોના વિવિધ સ્થળોએ આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા છે.
અમદાવાદ ના સિમ્ફની ગાર્ડનમાં અચાનક પ્રગટ થયેલા ત્રિકોણાકાર સ્ટિલના સ્ટ્રક્ચરના મોનોલિથમાં કેટલાક નંબર પણ લખાયેલા જોવા મળ્યાં છે. આ મોનોલિથના ઉપર એક સિમ્બોલ પણ જોવા મળ્યું છે. સિમ્ફની ગાર્ડન પીપીપી ધોરણે ઊભા કરાયો છેઅમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સિમ્ફની કંપનીએ મળીને પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે ગાર્ડન બનાવ્યો છે. પરંતુ અહીં જોવા મળેલા મોનોલિથની જાણકારી AMC કે ગાર્ડન સંચાલન કરનાર પાસે પણ નથી.
1968માં ઓર્થર સી ક્લાર્કના 2001: અ સ્પેસ ઓડેસી નામની સાયન્સ ફિક્શન બુકમાં આ પ્રકારના રહસ્યમય મોનોલિથનો ઉલ્લેખ કરાયો હતો. આ બુક પરથી હોલિવુડમાં આ જ નામથી એક ફિલ્મ પણ બની હતી. બુક અનુસાર એલિયન્સે મોનોલિથ લગાવ્યા હતા, જેથી સ્પેસમાં સાથી એલિયન્સ સાથે સંપર્ક કરી શકાય. આ મોનોલિથ પૃથ્વી પર પ્રાગઐતિહાસિક યુગની એક જાતિના લોકોનો મગજનો વિકાસ કર્યો હતો અને તેના પરિણામે આજના મનુષ્યનો જન્મ થયો છે. આમ હવે એલિયન દ્વારા આ વસ્તુ અમદાવાદ ના ગાર્ડન માં મૂકી દેવાયા ની વાત માત્ર થી ભારે ચકચાર મચી ગઇ છે.
