નવા 2021 માં વર્ષ ના પ્રારંભે PM મોદીજી એ ટ્વીટ કરીને તમામ ભારત વાસી ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી તેઓ એ લખ્યું કે હું પ્રાર્થના કરું છું કે આ વર્ષ તમારા જીવનમાં સારી તંદુરસ્તી, ખુશીઓ અને સમૃદ્ધિ લઇને આવે, આ વર્ષ દુનિયામાં આશા અને કલ્યાણની ભાવનાનો વાસ હોય તેવી ભાવના સાથે નો સંદેશ ટ્વીટ કર્યો છે સાથેસાથે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ એ ટ્વીટ કરીને કહ્યું કે હાલ કોરોના ની મહામારી ફેલાઈ છે ત્યારે તેની સામે ઉભા થયેલા પડકારોનો સૌ એકજૂથ થઇને સામનો કરી આગળ વધવાનો સમય છે. તેમણે ટ્વીટ કરી કે નવું વર્ષ, એક નવી શરૂઆત કરવાનો અવસર હોય છે અને વ્યક્તિગત અને સામૂહિક વિકાસના આપણા સંકલ્પને બળ આપે છે.
આવો આપણે બધા મળીને પ્રેમ અને કરૂણાની ભાવનાથી એક એવો સમાવેશ સમાજ બનાવાની દિશામાં કામ કરીએ.
મારી પ્રાર્થના છે કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત રહો અને નવી ઉર્જાની સાથે આપણી દેશની પ્રગતિના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધો.
આમ નવા વર્ષ ના પ્રારંભે પીએમ અને રાષ્ટ્રપતિ એ દેશવાસીઓ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી છે.
