અમદાવાદ ના ગાર્ડન માં એલિયન્સ આવી ને સ્ટીલ નું સ્ટ્રક્ચર મૂકી ગયા અંગે ના અહેવાલો મીડિયા માં આવતા જ આખરે આ મામલે તંત્ર દોડતું થઈ ગયું હતું અને તપાસ બાદ માલુમ પડ્યું કે આ સ્ટ્રક્ચર કોઈ એલિયન નહિ પણ બિલ્ડર મૂકી ગયો હતો.
અમદાવાદ ના થલતેજ સ્થિત સિમ્ફની ગાર્ડનમાં મુકવામાં આવેલું મોનોલિથ સ્ટ્રકચર સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. તેના પર જે નંબરો લખવામાં આવ્યા છે, તે સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે. આ સ્ટ્રક્ચર એક ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. આખરે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ખુલાસો કરવો પડ્યો હતો.
જોકે, મીડિયા માં આ કિસ્સો આવતા લોકો મોટી સંખ્યા માં ગાર્ડન માં પહોંચ્યા હતા અને ફોટા તેમજ સેલ્ફી લેવા પડાપડી કરી હતી. મિસ્ટ્રી મોનોલિથનું સ્ટ્રક્ચર હાલ સામે આવ્યું છે જે સ્ટીલ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે અને ખાનગી બિલ્ડર દ્વારા બનાવી મુકવામાં આવ્યું છે. જેના પર લેટિટ્યુટ નંબર પણ લખવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ આ સ્ટ્રક્ચર ગાર્ડનમાંથી હટાવામાં પણ આવશે. ગતરોજ મોનોલિથ થલતેજ ગાર્ડનમાં જોવા મળતા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં 12 ફૂટનો મોનોલિથ દેખાયો હતો. પિલરમાં અરીસા જેવું પ્રતિબિંબ થઈ રહ્યું હતું. ત્યારે થલતેજ ગાર્ડનનો માળી પણ રાતોરાત આ પિલર ક્યાંથી આવ્યું તે બાબતે અજાણ હતો, ગાર્ડનના માળી આસારામનું કહેવું છે કે જ્યારે તેઓ અહીંથી સાંજે પોતાના ઘરે ગયા ત્યારે પાર્કમાં આ સ્ટ્રક્ચર નહોતુ. સવારે પાછા ડ્યૂટી પર આવ્યા તો આ સ્ટીલનું સ્ટ્રક્ટર અહીં જોવા મળ્યું હતું ત્યારબાદ તેમણે ગાર્ડન મેનેજરને જાણકારી આપી હતી ત્યારબાદ સબંધિત લોકો એ અજાણતા દર્શાવતા દુનિયા માં 30 જગ્યા એ જોવા મળેલું આ સ્ટ્રક્ચર અમદાવાદ માં પણ કોઈ અદ્રશ્ય શક્તિ મૂકી ગયા ની વાત વહેતી થઈ હતી.સ્ટીલના સ્ટ્રક્ચર ઉપર કેટલાક નંબર પણ લખવામાં આવ્યા છે. પાર્કમાં આવનારા લોકો આને ઘણી જ ઉત્સુકતાથી જોઇ રહ્યા છે. આ સાથે જ તસવીરો પણ ક્લિક કરાવી રહ્યા હતા પણ હવે ખબર પડી કે તંત્ર ને ખબર પણ ન પડી અને કોઈ બિલ્ડર અહીં જાહેર પ્રીમાઇસ માં આ વસ્તુ મૂકી ગયો !
