થર્ટી ફસ્ટ માં જાહેર માર્ગો ઉપર ફરતા રહેતા દારૂડિયાઓ ને ઝડપી લેવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડા ના સીધા માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા બંદોબસ્ત વચ્ચે રાતભર પોલીસે સતત કામગીરી બજાવી 1200 કરતા વધુ દારૂડિયાઓ ને ઝડપી લીધા હતા જેઓ સામે અલગ અલગ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, રાત્રે 9 વાગ્યા બાદ કરફ્યૂ ભંગ સહિત જાહેરનામા અને કોરોના ગાઈડ લાઇન નો ભંગ કરતા અનેક લોકો પકડાયા હતા. સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરથી જોડાયેલા વલસાડ જિલ્લામાં પોલીસે 31ની ઉજવણી કરી નશામાં આવનારાઓને પકડવા આગલા દિવસ થી જ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ બસો અને હોલ ભાડે રાખવામાં આવ્યા હતા વલસાડ જિલ્લાની 18 ચેકપોસ્ટ ઉપર 50 બ્રેછ એનેલાઇઝર મશીન સાથે ખડકી દીધેલા પોલીસ સ્ટાફ દ્વારા મોડી રાત સુધી બારસો થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતાં. મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી પોલીસે નશાબાજો ના મેડિકલ અને કોવિડ ટેસ્ટ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. વલસાડ તાલુકામાં પકડાયેલા દારૂડિયા પૈકી એકપણ કોરોના સંક્રમિત જાહેર ન થતા પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે રાહત નો શ્વાસ લીધો હતો.
ધરમપુર,વાપી,ભિલાડ, પારડી વિસ્તારમાં મોટી સંખ્યા માં નશાબાજો ઝડપાયા હતા.
