સમગ્ર દેશ માં કોરોના વેકસીન મફત અપાશે તેવું કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે.દેશભરમાં આજથી કોરોના વાયરસની રસીનું ડ્રાય રન શરૂ થઇ ગયું છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે ડો. હર્ષ વર્ધને જણાવ્યું કે સમગ્ર દેશ માં કોરોના વેકશીન મફત માં આપવામાં આવશે.
આજે વેક્સીનના ડ્રાઇ રનનો બીજો તબક્કો શરૂ થયો છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ડ્રાઇ રન માટે સેન્ટર બનાવામા આવ્યા છે
ડ્રાઇ રનનો પહેલો તબક્કો 28-29 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થયો હતો. કોરોના વેક્સીન સાથે જોડાયેલું આ અભિયાન દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. દેશના 116 જિલ્લાના 259 કેન્દ્રોમાં ડ્રાઇ રન થઇ રહ્યું છે. દરરોજ 1 લાખ લોકોને કોરોના રસી અપાશે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન એ કહ્યું કે પહેલાં હેલ્થકેર વર્કર્સને કોરોના રસી આપવામાં આવનાર છે
