દેશ માં વધી રહેલા લવ જેહાદ ના બનાવો રોકવા માટે ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ ખાસ કાયદો આવી ગયા બાદ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદા લાવવા માંગ ઉઠવા પામી છે અને
રાજ્ય સરકારે ગૃહ-કાયદા-કાયદાકીય અને સંસદીય બાબતોનું નિર્દેશન કર્યું છે.
ગુજરાત સરકાર હવે આ રાજ્યો ના લવ જેહાદના કાયદાને અનુસરી શકે છે. ગુજરાતના MP અને MLA પણ લવ જેહાદના કાયદાની માંગ કરી ચુક્યા છે. આ મામલે રાજ્ય સરકારે સંબધિત મંત્રાલયોને નિર્ધેશ કરીને કાયદા અંગે તૈયારીઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ગૃહ-કાયદા-કાયદાકીય અને સંસદીય બાબતોનું નિર્દેશન કરી રહ્યો છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદ બાદ છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા સનસનાટી મચી હતો. આ પહેલાં ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા પણ ગુજરાતમાં લવ-જેહાદ મુદ્દે કાયદો કડક બનાવવા સરકાર સમક્ષ પોતાની માગ મૂકી હતી. તો સાસંદ રંજન ભટ્ટ પણ આ વિશે રજૂઆતો કરી ચુક્યા છે ત્યારે જનતા ની વાત ને ધ્યાને લઇ નેતાઓ એ હવે આ મુદ્દે સરકાર ને અન્ય રાજ્યો ની જેમ ગુજરાતમાં આ કાયદો લાવવા માંગ ઉગ્ર બનાવતા હવે લવ જેહાદ નો કાયદો ગુજરાતમાં ખુબજ જલ્દી આવે તેવી શક્યતાઓ છે.
