રાજ્ય માં ચાલુ વર્ષે ઠંડી વધતા લોકો બરાબર ના ઠુઠવાઈ રહ્યા છે અને કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાતા આગામી બે દિવસ માં ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. આજે રવિવારે ઠંડીમાં સામાન્ય વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
રાજ્ય માં વાતાવરણ મહતમ વાદળછાયું રહેશે ફરી ઠંડા પવનોનું પ્રમાણ વધતાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. 7 જાન્યુઆરી સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
