દેશ માં કોરોના રસી માટે હાલ પ્રયાસો ચાલુ છે, ત્યારે ચેન્નઈની આઈટીસી ગ્રેંડ ચોલા હોટલમાં કોરોનાનો 15 ડિસેમ્બરે પ્રથમ કેસ નોંધાયા બાદ અહીં લગભગ 15 દિવસમાં 85 લોકો કોરોના સંક્રમિત થઈ જતા ભારે ચકચારી મચી ગઇ છે અહીં સંક્રમિતોમાં હોટલના કર્મચારીઓ પણ સામેલ છે.
ચેન્નઈની ગ્વિંડીમાં આવેલી આઈટીસી ગ્રેન્ડ ચોલા હોટલમાં ગયા વર્ષે 15 ડિસેમ્બરે કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગ્રેટર ચેન્નઈ નિગમને હોટલમાં રહેનારા દરેક લોકો ની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. હોટલ અને તેના આસપાસના કર્મચારીઓના રહેઠાણથી 609 લોકોના સેમ્પલ લેવાઈ ચૂર્યા છે. જેમાંથી 85 લોકો સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે અને સારવાર બાદ તેમને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમિલનાડુ માં 8380 એક્ટિવ કેસ છે અને 7 લાખ 98 હજાર 420 લોકો સારવાર બાદ સાજા થયા છે વાયરસના સંક્રમણને આધારે 12135 લોકોના મોત થયા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
