રેલવે દ્વારા વધુ એક ખાનગી ફ્રેટ ટર્મિનલ ‘આર્યા ઓશિયન લોજિસ્ટિક્સ પાર્ક’ શરૂ કરી નવી શરૂઆત કરી છે.
ભારતીય રેલવેના પશ્ચિમ રેલવેમાં અમદાવાદ ડિવિઝન વધુ આવક આપતું મહત્વપૂર્ણ ડિવિઝન સાબિત થઈ રહ્યું છે ત્યારે વધુ એક સાહસ કરવામાં આવ્યું છે અને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસથી માળિયા મિયાણા ખાતે વધુ એક ખાનગી ફ્રેટ ટર્મિનલ આર્યા ઓશિયન લોજિસ્ટિક્સ પાર્ક શરૂ કરવામાં આવ્યું છે. છારોડી સ્ટેશનથી ઓટોમોબાઈલ હેન્ડલિંગની સુવિધા શરૂ કરી આ સ્ટેશનની હાલની લાઇન પર 8000 ચોરસ મીટર વિસ્તાર વધારવામાં આવ્યો હોવાનું રેલવે ના સૂત્રો જણાવી રહયા છે.
