વલસાડ જિલ્લામાં 42 રેવન્યુ તલાટીઓની આંતરિક બદલીઓ કરી દેવામાં આવી છે. જિલ્લાના 6 તાલુકામાં જમીનના દાખલાઓના સંદર્ભે ઉઠતી વિસંગતતાઓ, વારસાઇ, પેઢીનામા જેવા મહત્વના કામો માટે અરજદારોને તાલુકા મથક સુધી લંબાવું ન પડે તે માટે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા સેજાના ગામો નક્કી કરી તે વિસ્તારના અરજદારો માટે રેવન્યુ તલાટીઓની નિયુક્તિ કરી હતી.આ તલાટીઓને જિલ્લાના ગામડાઓ નક્કી કરી સેજાઓ સોંપી રેવન્યુ તલાટીઓ મૂકાયા હતા. 31 ઓગષ્ટ 2020ના મહેકમના રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓને હંગામી બઢતી આપી નાયબ મામલતદાર સંવર્ગમાં લેવાયા બાદ તેઓને રિવર્ઝન આપવાનું હોવાના વહીવટી કારણે જિલ્લાના 42 રેવન્યુ તલાટીઓની આંતરિક બદલીનો એડિશનલ કલેકટર એન.એ.રાજપૂતે કર્યો હતો.જેમાં જિલ્લાના 6 તાલુકા મથકેથી બીજા તાલુકામાં જે તે જગ્યાએ નિયુક્તિ કરવામાં આવી છે.
