વલસાડ માં એસટી બસ અડફેટે બાઇક સવાર દંપતી નું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા ના અહેવાલ છે,વલસાડમાં અકસ્માત ની ઘટના સામે આવી રહી છે અને એસટી બસ અડફેટે આવી જતા પાછળ ના વ્હીલ માં કચડી નાંખતા બાઇક પર જઈ રહેલા દંપતીનું ઘટનાસ્તળે જ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે. અહી ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પ્રાથમિક જાણકારી મુજબ ધીરુભાઈ ટંડેલ પોતાના પત્ની સાથે બાઇક લઈને પસાર થઈ ધરમપુર રોડ પર જઈ રહ્યા હતા તે દરમિયાન વલસાડ કપરાડા રૂટની એસટી વિભાગની લોકલ બસ ના ચાલકે બસ ને બાજુની સાઇડમાં લેવા જતાં બાઇક પર જઈ રહેલું દંપતી પાછળના વ્હીલમાં આવી ગયું જતા તેઓ ની ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું આ બનાવ ને લઈ અરેરાટી ફેલાઈ ગઈ હતી.
