નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ દુનિયાભરમાં સૌથી ધનવાન બોર્ડ પૈકીનું એક છે. BCCIની સંપત્તિ એ માત્ર ક્રિકે બોર્ડ નથી પરંતુ કુબેરનો ભંડાર સમાન છે તેની સંપત્તિ જાણીને ચોંકી જશો.
BCCIએ ક્રિકેટ વિશ્વનું સૌથી ધનવાન બોર્ડ પૈકીનું એક છે અને તેની 2018-19ની બેલેન્સ શીટ 14,489 કરોડની હતી. તેના પછી તેણે તેની નાણાકીય ક્ષમતામાં 2,597.19 કરોડ બીજા ઉમેર્યા છે. આ આંકડા તાજેતરની બેલેન્સ શીટ મુજબના છે.
બેલેન્સ શીટ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2018ની આવૃત્તિ દરમિયાન બીસીસીઆઇને 4,017.11 કરોડની આવક થઈ હતી. તેમા ચોખ્ખી આવક 2,407.46 કરોડ રૂપિયા હતી. જો કે આ બેલેન્સ શીટ હજી જાહેર કરવામાંઆવી નથી અને 2019ની બેલેન્સ શીટ હજી બનાવાઈ પણ નથી.
જો કે અહીં તે બાબત નોંધવી જરૂરી છે કે બોર્ડ કેટલાય હાઇપ્રોફાઇલ કેસોમાં સામેલ છે. તેમા ઇન્કમ ટેક્સ, આઇપીએલની જૂની ફ્રેન્ચાઇઝી કોચી અને ડેક્કન ચાર્જર્સ, સહારા, નીયો સ્પોર્ટ્સ અને વર્લ્ડ સ્પોર્ટ્સ ગુ્રપ વગેરે સામેલ છે. જો બધા કેસમાં તેની સામેનો ચુકાદો આવે તો બોર્ડે તેમા ચૂકવણી કરવી પડી શકે છે.
નાણાકીય વર્ષ 2014-15ના અંતે બીસીસીઆઇની સંપત્તિ 5,438.61 કરોડ હતી. 2015-16 દરમિયાન 2,408.46 કરોડની જંગી કમાણી કરતા તેની કુલ સંપત્તિ વધીને 7,847.04 કરોડ થઈ ગઈ. 2016-17માં બોર્ડની સંપત્તિ 8,431.36 કરોડ હતી. 2017-18માં બોર્ડે ફક્ત એક જ વર્ષમાં તેનું મૂલ્ય વધાર્યુ અને 2017-18માં બોર્ડનું મૂલ્ય એક જ વર્ષમાં 3,460.75 કરોડ વધતા તેની કુલ સંપત્તિ 11,892.21 કરોડે પહોંચી. હવે 2018-19નું વર્ષ પૂરૂં થવાની સાથે તેની બેલેન્સ શીટ વધીને 14,889.90 કરોડ થઈ છે.