રાજ્ય માં ત્રણ દિવસ વરસાદ થવાની આગાહી વચ્ચે સાપુતારા,સહિત દક્ષિણ ગુજરાતમાં માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણવચ્ચે અમુક વિસ્તારોમાં તો ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
અરવલ્લીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધનસુરા, બાયડમાં વહેલી સવારે વરસાદ શરૂ થઈ ગયો છે. માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે કેમ કે, રવિ પાકને નુકસાન થઈ રહ્યું છે.
તાપી માં વાતાવરણમાં પણ અચાનકથી પલટો આવ્યો છે અને જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. વ્યારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.
નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વાસંદા તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પરેશાન થયા છે. વરસાદ વરસતા ઉભા પાકને મોટું નુકસાન થયું છે. વાંસદા-ચીખલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
