આપણો દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે અને આપણા ગ્રંથો માં વર્ણવેલા ઉપાયો વર્ષો થી અમલ માં છે જેના આધારે કથન કરી શકાય છે.આ વખતે ઉત્તરાયણ પર્વ ઉપર વિશેષ યોગ સર્જાવા જઈ રહ્યો છે પરિણામે ખાસ કરીને સાડા સાતી ની પનોતી ધરાવતા લોકો ને રાહત મળવાની છે. મકરસંક્રાતિમાં સૂર્ય ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે, તે સમયે આ વર્ષે સૂર્યનું વાહન સિંહ રહેશે. આ ગ્રહયોગ પરાક્રમ સમૃદ્ધિ અને રક્ષણ સૂચવે છે. મકરસંક્રાતિના દિવસે સૂર્ય ઉપરાંત ચંદ્ર, બુધ, શનિ અને ગુરુ પણ મકર રાશિમાં પરિભ્રમણ કરશે. બે વર્ષ પછી આ યોગ રચાશે જેને શુભ માનવામાં આવી રહ્યો છે. આ ગ્રહ યોગની રચનાથી સાડાસાતીની પનોતી ધરાવતી ધન, મકર અને કુંભ રાશિને વિશેષ રાહત મળવાની છે.
આ વિશેષ યોગને લીધે આ વર્ષની સૂર્ય સંક્રાતિએ કોરોના મહામારી સામે રક્ષણ મળશે. સંક્રાતિનો પૂણ્ય કાળ સવારે 7.24 શરૂ થઇને સાંજે 6.13 મિનિટ સુધી રહેશે.આપણી પરંપરા અનુસાર મકરસંક્રાતી પર્વ ના દીને પવિત્ર નદીના સ્નાન દાન-પુણ્ય અને જાપનો વિશેષ મહત્વ રહેલું હોય છે, અનેક રોગમાંથી મુક્તિ મળે છે.
સવારે 8.30થી 108 મિનિટ મહાપૂણ્ય કાળ, અક્ષયફળની પ્રાપ્તિનો યોગ
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ ગણાશે. તેમાં પણ વિશેષ મહાપુણ્ય કાળ 108 મિનિટનો રહેશે. જે સવારે 8.30 મિનિટે શરૂ થઇને 10.18 મિનિટ સુધી રહશે. આ સમય દરમિયાન કરેલા દાન અને પુણ્યથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ પુણ્યકાળમાં સ્નાન અને જાપથી વર્ષ દરમિયાન કરેલા પાપ અને ઋણમાંથી મુક્તિ મળે છે.
મકરસંક્રાતિએ એક સાથે 5 ગ્રહોનો યોગ બને છે. આ યોગ અશુભ સમયમાં શુભ થાય તેનું સૂચન કરે છે. સૂર્ય, બુધ, શનિ, ચંદ્ર અને ગુરુ આ પાંચ ગ્રહો પૃથ્વી તત્વના મકર રાશિમાં બળવાન યોગ સૂચવે છે, કે ભ્રમણ શુભ અને કલ્યાણકારી નીવડશે.
કાર્યમાં સફળતા તેમજ લાભનો યોગ
આવનારા દિવસોમાં અટકેલા કાર્ય પૂર્ણ થશે. ઘરના ઝગડામાંથી સમાધાનના રસ્તા નીકળશે. અને આરોગ્યમાં સુધારો આવશે. વિશેષ રૂપે વૃશ્ચિક, મીન અને સિંહ તમામ કાર્યમાં સફળતા અને લાભના યોગ છે.
આ વખતે ઉત્તરાયણ પર્વ વિશેષ યોગ ના કારણે લાભદાયી નીવડશે.
ઉત્તરાયણ પર્વ ના દીને ગાય,શેરી કૂતરા ને રોટલા અને પક્ષીઓ ને અનાજ નાખવાથી ખુબજ પૂણ્ય ની પ્રાપ્તિ થાય છે.
