દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર ની બોર્ડર ઉપર વલસાડ જિલ્લામાં ગાયો ની તસ્કરી બેફામ વધી છે અને પોલીસ ને કોઈ અહીં ગણતું નથી પરિણામે ગાયો ની કતલ રોકવા માટે ગૌ રક્ષકો જ જાતે ટીમ બનાવી પેટ્રોલીંગ કરી રહ્યા છે તેવે સમયે આજે મળસ્કે કોઈ અજાણ્યા ઈસમો એ ગૌ રક્ષક ઉપર હુંમલો કરતા ભારે ચકચાર મચી ગઇ છે. ભીલાડ ના સરીગામમાં અવારનવાર ગૌ તસ્કરીના બનતા બનાવોને અટકાવવા ગૌરક્ષકો રાત્રી દરમિયાન પેટ્રોલીંગ કરતા હોય છે
ત્યારે આજરોજ વહેલી સવારે ગૌરક્ષક ઉપર જીવલેણ હુમલો થયો હતો
ભિલાડ સરીગામ માં ગૌ રક્ષક ઉપર આજ રાત્રીના સમયે ગૌ તસ્કરો એ જાન લેવા હુમલો કરી ફરાર થઈ ગયા હતા ભિલાડ પોલીસ ના સખ્ત બંદોબસ્ત વચ્ચે પણ હુંમલાખોરો પોલીસ ને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસ ની ઢીલી કાર્યવાહી સામે આવી છે.
હુમલાખોર ઈસમો એ સરીગામ માણેકપોર ના ગૌ રક્ષક હરેશ ભાઇ ચૌહાણ ઉપર તિક્ષણ હથીયાર વડે હુમલો કરી આંખ ના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી ઇજાગ્રસ્ત હરેશ ભાઇ ને તાત્કાલિક સારવાર માટે
અહી ની શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સાત ટાંકા લેવા પડ્યા હતા.
હુમલો કરનાર ઈસમો એક લાંબી કાર માં આવ્યા હતા તેને પૂછવા જતા જ એક ઈસમ ગાડી નીચે ઉતરી અચાનક હરેશ ભાઇ ચૌહાણ ઉપર તિક્ષણ હથીયાર વડે હુમલો કરી ગાડી માં ફરાર થઈ ગયા હતા ગાડી સાથે એક સફેદ કલર ની એક્સ્સ મોપેડ ગાડી હતી તે મોપેડ ગાડી પર ત્રણ ઇસમો પણ હતા જે આશરે 20 થી 22વર્ષ ની ઉંમર ના જણાતા હોવાનું ઇજાગ્રસ્ત હરેશ ભાઈ એ જણાવ્યુ હતુ આ ઇસમો સરિગામ જી આઈ ડી સી ને પણ પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયા હતા આ ઘટના ને લઈ વલસાડ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ છે અને ગૌ રક્ષકો માં આક્રોશ ફેલાઈ ગયો છે.
