દમણ માં મિત્રો સાથે ફરવા ગયેલા વલસાડ ના યુવાન ની એક્ટિવા ને અકસ્માત નડતા કરૂણ મોત થયું હતું દમણ માં મિત્રો સાથે ગયેલા વલસાડ ના યુવક ના મોપેડ ને કલસર ગામ નજીક કોસ્ટલ હાઇવે પર વિજપોલ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત નડતા ગંભીર ઈજાગ્રસ્ત બનેલા વલસાડના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વલસાડ દાડિયા ફળિયા ખાતે રહેતો કેન્વિટ દલસુખભાઈ ટંડેલ પોતાના મિત્રો સાથે દમણ ફરવા માટે ગયો હતો અને જ્યાંથી લગભગ રાત્રીના અગિયારેક વાગ્યે વલસાડ પરત ફરતા સમયે એક્ટિવા મોપેડ નંબર GJ15BR2102 કલસરગામની હદમાં કોસ્ટલ હાઇવે ઉમરસાડી રોડ પર એક્ટિવા રોંગ સાઈડે ધસી જઈ વિજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જે અકસ્માતમાં કેન્વિટ ને ગંભીર ઇજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ પારડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવારની જરૂર પડતા વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ને લઈ પરિવાર અને મિત્રો માં શોક ની લાગણી છવાઇ ગઇ હતી.
