દક્ષિણ ગુજરાત ના બારડોલી-વાલોડમાંથી વધુ 40 કાગડા અને 2 બગલા ના ભેદી મોત થતા તંત્ર માં દોડધામ મચી ગઇ છે,રાજ્યમાં બર્ડફ્લુની શકયતા વચ્ચે સુરત અને તાપી જિલ્લામાં કાગડાના ટપોટપ મોતનો સિલસિલો યથાવત રહેતા તંત્ર માં દોડધામ મચી છે. સુરત જિલ્લાના બારડોલીમાં પઠાણ કબ્રસ્તાન માંથી 17 મૃત કાગડા, તાપી જિલ્લાના વાલોડમાં 23 કાગડા અને 2 બગલા મૃત હાલતમાં મળી આવ્યા છે. નોંધનીય છે કે બુધવારે પણ મઢી ખાતેથી ચાર મૃત કાગડા મળી આવ્યા હતા.તમામ કાગડાઓ પૈકીના 6 મૃત કાગડાને પરિક્ષણ માટે ભોપાલ મોકલી અપાયા છે.
તંત્ર દ્વારા અહીં ના પોલ્ટ્રી ફાર્મનો સરવે ની કામગીરી હાથ ધરાઈ છે. પલસાણામાં 8 માંગરોળમાં 15 ચોર્યાસીમાં 10 મહુવામાં 3 બારડોલીમાં 8 અને કામરેજમાં 3 મરઘા ઉછેર કેન્દ્રોમાં સઘન તપાસ કરવામાં આવી હતી.
