રાજ્ય માં સ્વ.માધવસિંહ સોલંકી ના રાજકીય શોક ના સન્માન માં ભાજપ દ્વારા તમામ કાર્યક્રમો રદ ની જાહેરાત વચ્ચે રાજકોટમાં ભાજપ નો કાર્યક્રમ યોજાતા લોકો માં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થતા ભાજપ ની રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક તો જાહેર કરી દીધો અને કાર્યક્રમો રદ કરવાની વાતો તો થઇ પણ રાજકોટમાં ભાજપ નો કિસાન સૂર્યોદય યોજના હેઠળ કાર્યક્રમ યોજાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે.
વિગતો મુજબ કિસાન સૂર્યોદય યોજના હેઠળ આજે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આજથી રાજકોટના 32 ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાવ્યો હતો.
કિસાન સૂર્યોદય યોજનાના આ કાર્યક્રમમાં કોરોનાકાળમાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરતા લોકોમાં સવાલ ઉઠ્યો હતો કે, સામાન્ય લોકો એકત્ર થાય તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ભાજપના કાર્યક્રમમાં કોરોનાના કોઈ નિયમ લાગુ પડતા નથી. આમ રાજ્ય માં એક તરફ કોંગ્રેસ ના રાજકીય નેતા ના નિધન ઉપર રાજ્ય માં એક દિવસ શોક જાહેર કરી સન્માન અપાય છે તો બીજી તરફ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવે છે જે વાત લોકો માં ચર્ચા નો વીષય બની હતી.
