કોંગી અગ્રણી અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું અવસાન થતાં તેઓ એ ઠેરઠેર થી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ અમેરિકામાં હોઈ તેઓ આવતીકાલે રવિવારે સવારે અમેરિકાથી પરત ફર્યા બાદ રવિવારે બપોરના 4 કલાકે માધવસિંહ સોલંકીની અંતિમ વિધી કરવામાં આવશે. દિલ્હીના વરિષ્ઠ નેતાઓ પણ આવતીકાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે તેવી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકીને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો નશ્વરદેહ દર્શનાર્થે રખાશે. CM રૂપાણીએ માધવસિંહને શ્રદ્ધાંજલિ આપીને મંત્રીમંડળની બેઠકમાં મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી.
આમ આજે સવાર થીજ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી રહ્યા છે અને અંતિમ દર્શન કરશે
