રાજ્યમાં દક્ષિણ ગુજરાત, જૂનાગઢ અને હવે કચ્છ વિસ્તારમાં સેંકડો પક્ષીઓ મોત ને ભેટી રહયા છે. જોકે, કાગડાઓ ના વધુ મોત થયા છે.
બર્ડફ્લૂ માત્ર ની અસર પક્ષીઓ માં જોવા મળી રહી છે તો અમુક કકડતી ઠંડી માં પણ મરતા હોવાની જાણકારો શકયતા વ્યક્ત કરી રહ્યા છે
માત્ર ગતરોજ રાજ્યમાં કુલ 130 પક્ષીના મોત થયાં છે, માંગરોળ હાઈવે પરથી 70 કાગડા, જૂનાગઢમાં 6 બગલા અને ડોળાસામાં 3 વિદેશી પક્ષીનાં મોત થયાં હતાં. તેવી જ રીતે રાજપીપળામાં 6 કાગડા અને અંજાર તાલુકાના ભીમાસર ગામમાં એક કૂવામાંથી 45 જેટલા રણકાગડા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. અહીં ઊડતા કાગડા નીચે પડી મોત ને ભેટી રહ્યા છે. આથી વનવિભાગને જાણ કરાતાં વનવિભાગનો સ્ટાફ આવી પહોંચ્યો. પશુવાનના તબીબો પણ આવ્યા ત્યાર 70થી 80 કાગડા મરેલા પડયા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ 8થી 10 કાગડાના મૃતદેહો સેમ્પલ મોકલવા માટે લઇ ગયા છે. જૂનાગઢ માં પંકજ બંગલો તરીકે ઓળખાતા સ્થળેથી આજે 6 બગલાના મૃતદેહો મળી આવ્યા હતા. આથી તેને પણ તપાસ માટે મોકલી અપાયા હતા. નાયબ પશુપાલન નિયામકે આ વાતને પણ સમર્થન આપ્યું હતું. તો કોડીનાર તાલુકાના ડોળાસા ગામે 3 વિદેશી પક્ષીઓના મૃતદેહો મળી આવ્યા છે. જેને લઇને બર્ડ ફ્લૂની આશંકા મજબૂત બની ગઈ છે બે દિવસમાં સેંકડો પક્ષીઓ મોત ને ભેટતા બર્ડ ફલૂ નો પક્ષીઓ ભોગ બની રહ્યા છે ત્યારે વાયરસ ક્યાંથી કેવી રીતે ભારત માં ફેલાયો વગરે મુદ્દે લોકો માં ભારે ચર્ચા ઉઠવા પામી છે અને જીવદયા પ્રેમીઓ માં અરેરાટી ફેલાઈ છે.
