વલસાડ જિલ્લા માં છેલ્લા ઘણાજ સમય થી ખુલ્લેઆમ રસ્તા ઉપર બેઠેલી ગાયો અને વાછરડાને બેભાન કરી મોડી રાત્રે ચોરી થવાના બનાવો વધી ગયા છે અને હમણાં બે દિવસ પહેલા ભિલાડ નજીક સરીગામ માં ગૌ રક્ષક હરેશ ભાઈ ચૌહાણ ઉપર હુમલો થવાનો બનાવ બન્યા બાદ પણ વલસાડ જિલ્લા ની પોલીસ દ્વારા કોઈ પગલાં નહિ ભરાતા ગાયો ચોરવાની ઘટનાઓ ચાલુ રહી છે ત્યારે વલસાડ શહેરમાં જ ગાયો ચોરનાર ની ટોળકી ઘૂસી ગઈ હતી અને ગાયો ને ઇન્જેક્શન આપી બેભાન કરવાનો પ્રયાસ કરાતા જ એક જાગૃત મહિલા એ ચોર ચોર ની બૂમો પાડતા ગાયો ચોરનાર ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
વિગતો મુજબ આજરોજ વલસાડ ના ધરમપુર રોડ સ્થિત સાઈ લીલા મોલ નજીક આવેલ પ્રાગજી એપાર્ટમેન્ટ પાસે કેટલાક ઈસમો નજીક માં બેઠેલી ગાયો ને બેભાન કરવા ઇન્જેકશન મારી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ મહિલાએ બૂમો પાડતાં ગાયો ચોરવા આવેલા ઈસમો ભાગી છૂટયા હતા
રાત્રિના સમયે એક શિફ્ટ ગાડી અને એક ટેમ્પો માં આશરે ૪ થી ૫ જેટલા ગાયો ચોરનારા તસ્કરો હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડ જિલ્લામાં પોલીસ ની ઢીલી નીતિ ના કારણે ગાયો ચોરનારા બેફામ બની ગયા છે ત્યારે જિલ્લા નું પોલીસ તંત્ર હવે રાત ના ઉજાગરા કરી વ્યવસ્થિત પેટ્રોલીંગ કરે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે સ્થાનિક તાર ની તપાસ કરે તે જરૂરી થઈ પડ્યું છે.
