વલસાડ આરટીઓ હવે વિવાદ માં આવી રહ્યું છે અહીં સોલાર પેનલ માં લાખ્ખો નો ખર્ચો કરી ધાબા ઉપર સડવા છોડી દીધી છે અને લાઇસન્સ માટે પણ ભાવો બોલાતા હોવાની ચર્ચાતી વાતો વચ્ચે વધુ વલસાડ આરટીઓ નું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે અને 7 લોકો ની જિંદગી દાવ ઉપર લગાવી દીધી છે વાત કઈક એવી છે કે વલસાડ હાઇવે પરથી પસાર થતાં વાહનોના ડોક્યુમેન્ટ્સ ચેક કરવાની કાર્યવાહી વલસાડ આરટીઓએ હાથ ધરી હતી અને બરાબર સાંજ નો સમય નક્કી કરી હાઇવે પર ગોઠવાઇ ગયા હતા તેવે વખતે આગળ અને પાછળ જો સ્ટાફ ઉભો રહે તો આગળ જતું વાહન અટકાવ્યું છે તે બતાવી અન્ય વાહનો ને ક્લિયર કરાવવા પડે પણ આરટીઓ ગમે તે ટ્રકને ચેકિંગ માટે ઉભી રાખી કાર્યવાહી કરી રહી ,જેમાં અમદાવાદના કર્મીઓ પણ જોડાયા હતા.આ દરમિયાન સાંજે મુંબઇ જતી એક ટ્રકને અચાનક જ આરટીઓએ રોકવાનો ઇશારો કરતા જ ટ્રક રોડ પર ઉભી થઇ જતાં પાછળથી આવી રહેલી વાનના ચાલકે કાબૂ ગુમાવી દેતાં વાન ટ્રકની પાછળ ધડાકા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો પરિણામે અંદર બેઠેલા 7 યુવાનને પગ,હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલિસ ટીમ સ્થળ પર ધસી જઇ ઇજાગ્રસ્તોને પારડી હોસ્પિટલમાં લઈ જવા બચાવ કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ અતુલ હાઇવે પર આ અકસ્માત સર્જાયા બાદ આરટીઓની ટીમ ગભરાઈ ગઈ હતી અને તેઓના કારણે આ કાંડ થયો હોવાનું જણાતાં તેઓ સુમળી માં સ્થળ પરથી ચૂપચાપ પોતાની જીપ ને સેલ મારી ત્યાંથી છટકી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું
આમ આરટીઓ ના જેતે જવાબદારીઓ એ બુધ્ધિ નું પ્રદર્શન કર્યું હોવાની વાતે ભારે ચર્ચા જગાવી હતી.
