મોસ્કોઃ રશિયા વિશ્વના સૌથી મોટા હથિયાર ઉત્પાદક દેશ પૈકીનું એક છે અને તે સતત નવા આધુનિક હથિયારો બનાવી રહ્યુ છે. આ વખતે તેણે વધુ ઘાતક AK-47 રાઈફલ બનાવી છે.
વિશ્વની સૌથી ઘાતક રાઈફલ મનાતી AK-47 રાઈફલ હવે વધુ ખતરનાક બનવા જઈ રહી છે. રશિયાએ હવે આ રાઈફલના એડવાન્સડ વર્ઝન AK-521ને ડેવલપ કર્યું છે. એવું કહેવાય છે કે નવું વર્ઝન અત્યારસુધી બનેલી AK સીરિઝની રાઈફલમાં સૌથીવધુ ખતરનાક રહેશે. AK-521 એવી ઘાતક રાઈફલ હશે કે જેના વડે 800 મીટર દૂર રહી દુશ્મનો પર 1 મિનિટમાં 1000 ગોળીઓથી વિંધિ શકાશે.
એક રિપોર્ટ અનુસાર, AK-521 રાઈફલનું મેન્ટેનેન્સ પણ ઓછું રહેશે. તેમાં 7,62×39 અવે 5,56×39 અને 5,56×45ની ગોળીઓનો ઉપયોગ કરાશે. જંગલ કે પહાડી વિસ્તારોમાં તૈનાત જવાનો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. એવું મનાય છે કે, ક્લાશનિકોવ કન્સર્ન કંપની વહેલી તકે રાઈફલનું એક્સપોર્ટ વર્ઝન તૈયાર કરી લેશે. જેનાથી તેને વેચાણ માટે મિત્ર દેશો સમક્ષ રજૂ કરી શકાય. AK-500 સીરિઝની તમામ રાઈફલની જેમ AK-521માં પણ અપર અને લોવર રિસીવર હશે. આ રાઈફલમાં ભાર સહન કરવા માટે મોટાભાગના પાર્ટ્સ મેટલના બનાવવામાં આવ્યા છે. આ સાથે રાઈફલના હાથા અને મેગઝીનની આગળ હોલ્ડિંગ પોઈન્ટ્સ પર પૉલિમરનો પ્રયોગ કરાયો છે.
800 મીટર સુધી અચૂક નિશાન સાધી શકે છે AK-521
રિપોર્ટમાં દાવો કરાયો છે કે, AK-521 રાઈફલની રેન્જ 800 મીટર રહેશે. એટલે કે તે 800 મીટર દૂર રહેલા દુશ્મનને પણ અચૂક નિશાન વડે ઢેર કરી શકે છે. જોકે કંપનીએ સત્તાવાર રીતે રાઈફલની રેન્જ જણાવી નથી. AK-521માં ઓપ્ટિક્સ બાઈડિંગ અને બેરલ વચ્ચે એક મજબૂત ધાતુનો ઉપયોગ કરાયો છે. જેનાથી ઓપરેશન અથવા મેન્ટેનેન્સ દરમિયાન તિરાડની આશંકા ના ઉભી થાય. ક્લાશનિકોવ કન્સર્નની AK-47 રાઈફલનો ઉપયોગ વિશ્વના 2 ડઝનથી વધુ દેશોના સૈન્ય દ્વારા કરવામા આવે છે. આ ઉપરાંત સરળ મેન્ટેનેન્સના કારણે આ રાઈફલ આતંકી સંગઠનો દ્વારા પણ વધુ ઉપયોગમાં લેવાય છે.