વલસાડ નજીક આવેલા ફલધરા ગામ સ્થિત કાવલી ખાણકીમાં પગ ધોવા ગયેલા 2 બાળકોના પગ લપસી જતા ડૂબી જતા કરૂણ મોત થતા ગામ માં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બાળકો બાઇક ધોયા બાદ પાણી માં હાથ પગ ધોવા ગયા તે વખતે પાણી માં ડૂબ્યા હતા બાળકોની સાથે ગયેલા ગુલાબભાઈ પટેલે બાળકોને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પણ ગુલાબભાઈને પણ તરતા આવડતું ન હોવા છતાં કિનારેથી બંને બાળકોને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં બંને બાળકો હાથ ન લાગતા બહાર નીકળી બુમાબુમ કરી હતી. સ્થાનિક લોકો દોડી આવતા બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમની મદદ લઈને બાળકોને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર પરના ડૉક્ટરે બંને બાળકોને મૃત જાહેર કરતા મૃતક બાળકો ના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
