વલસાડની ધરમપુર ચોકડી પાસે હાઈવે ઉપર થી પસાર થઈ રહેલા બાઈક ચાલક ને પતંગ માં કાતિલ દોરા થી બન્ને હાથમાં ઇજાઓ પહોંચી હોવાનો બનાવ બનવા પામ્યો હતો. આ યુવકને સારવાર અર્થે 108 મારફતે વલસાડની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
નવસારીના અમલસાડમાં રહેતો 27 વર્ષીય અંકિત મંગાભાઈ આહીર સેલવાસ ખાતે નોકરી પુરી કરી પોતાની બાઇક ઉપર ઘરે પરત ફરી રહ્યો હતો. બાઇક આવી રહ્યો હતો તે વખતે વલસાડના ધરમપુર ચોકડી પાસે પતંગનો દોરો તેના બન્ને હાથોમાં ફસાઈ જતા ક તેને બન્ને હાથોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને ઇજા પહોંચી હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજાગ્રસ્ત યુવકને કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
