વલસાડ જિલ્લા માં ગેરકાયદે ચાલતી ગેરકાયદે કવારીઓ ને લઈ ભારે વિવાદ ઉભો થયો છે ત્યારે પારડી ના અંબાચ ગામે મૂળ ફળિયા માં કોલક નદી માં ચાલતી ક્વૉરી ગામ લોકો એ બંધ કરાવતા ભારે હંગામો મચી ગયો છે લોકો એ નદી માં બનાવેલો રસ્તો પણ તોડી નાખી બંધ કરી દેતા જવાબદારો ભાગી છૂટ્યા હતા અને આ ગેરકાયદે પ્રવૃતિ માં સામેલ જવાબદારો માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
વિગતો મુજબ કોલક નદી માં ચાલતા પથ્થર તોડવાના કામ માં વારંવાર બ્લાસ્ટ થતા અહીં લગભગ 80 થી વધુ ઘરો ને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જેમાં કેટલાક ઘરો માં તિરાડો પડી જવી તો કેટલાક તૂટી જવાના બનાવો બનતા લોકો માં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો.પારડી તાલુકા માં અંબાચ ગામે ગામ લોકો એ હોબાળો મચાવતા અફડા તફડી મચી ગઇ હતી
અંબાચ ગામ ના મૂળ ફળિયા માં કોલક નદી માં ચાલતી ક્વોરી સામે વિરોધ કરવા ગ્રામજનો સ્થળ ઉપર દોડી ગયા હતા અને નદી માં ગેરકાયદેસર રીતે બનાવેલ રસ્તો પણ ગામ લોકો એ ઉખેડી નાખી વિરોધ કર્યો હતો
માઇનિંગ ના કામ થી ગામ ના બોરિંગ ના પાણી પણ સુકાયા ગયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
ગામ લોકો એ ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ જવાબદારો એ કામ બંધ કરવાની ફરજ પડી હતી ગ્રામજનો ના જણાવ્યા મુજબ અહીં થતા બ્લાસ્ટ થી ગામ માં મોટું નુકસાન થઈ રહ્યું છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે
સરપંચ અને અધિકારીઓ ની મિલી ભગત થી ખાનગી કંપની દ્વારા પથ્થર તોડવાનું આ ગેરકાયદે કામ ચાલી રહ્યુ છે. આ પ્રકરણે જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે.
