નવી દિલ્હીઃ મોદી સરકારે આત્મનિર્ભર અને લોકલને ગ્લોબલ બનાવવાની વાત કરી રહી છે તેવા સમયે મેડ-ઇન ઇન્ડિયા મેસેન્જર એપ Hike બંધ થવાના સમાચાર આવ્યા છે. Hike એ ભારતની ઘણી લોકપ્રિય દેશની મેસેજિંગ એપ હતી પરંતુ વોટ્સઅપ જેવી એપ સામે હરિફાઇમાં ટકી ન શકતા કંપનીએ આખરે Hikeને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આમ ભારતની દેશની મેસેન્જર એપ Hike હંમેશા માટે બંધ થઇ ગઇ છે.
કંપનીએ દેશી મેસેન્જર એપ Hike બંધ કરવાની માહિતી આપી છે, તેની સાથે સાથે આ એપને પ્લે સ્ટોરમાંથી પણ હટાવી લેવામાં આવી છે.
Hikeના સીઇઓ કવિન ભારતી મિત્તલે ટ્વિટર પર એક પોસ્ટ મારફતે Hike બંધ કરવાની માહિતી આપી અને કહ્યુ કે, હવે અમારી માટે Hikeને વિદાય આપવાનો સમય આવી ગયો છે. તમારા પ્રેમ, વિશ્વાસ અને સમર્થનની માટે ધન્યવાદ. તેની સાથે કંપનીએ યુઝર્સને એ વાત પણ કહી કે, તેઓ કોઇ પણ પ્રકારની સમસ્યા માટે આ આઇડી પર અમારો સંપર્ક કરી શકે છે. Hike એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી પણ હટાવી લેવામાં આવી છે અને યુઝર્સ હવે તેને ડાઉનલોડ કરી શકશે નહીં પરંતુ તેનો ડેટા એપમાં ડાઉનલોડ માટે યથાવત્ રહેશે.
1/ We’re going to start this new year with a bang @hikeapp!
Read on to know more about →
The evolution of HikeLand
Launch of a brand new product
One more thing— Kavin Bharti Mittal (@kavinbm) January 6, 2021
“>
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2012માં Hikeને લોન્ચ કરવામાં આવી હતી, ત્યાર તે ઘણી લોકપ્રિય થઇ હતી. ઓગસ્ટ 2016માં તેના રજિસ્ટર્ડ યુઝર્સની સંખ્યા 10 કરોડે પહોંચી ગઇ હતી. ભારતીય એપ હોવાથી મોટી સંખ્યામાં યુઝરોએ પોતાનું એકાઉન્ટ બનાવ્યુ હતુ. તેની સૌથી મોટી ખાસિયત એ હતી કે Hike એપ 10 પ્રાદેશીત ભાષાઓને સપોર્ટ કરી હતી. જો કે વોટ્સઅપ્સ મેસેંજરના સરળ ઇન્ટરફેસ અને વધારે સુવિધાઓને પગલે Hikeની પ્રસિદ્ધ ઘટી ગઇ હતી.