ઇન્સીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા ( ICAI ) ની વેસ્ટન રિયજીન ચેરમેન સીએ લલિત બજાજ ના અધ્યક્ષપણા હેઠળની કાઉન્સીલ ની ટીમે આઈસીએઆઈની વાપી બ્રાંચની મુલાકાત લઈ બ્રાંચના પદાધિકારીઓ , સદસ્યો અને સીએ ના વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી કામગીરી ની સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું . વાપી બ્રાંચ ખાતે કોવિડ -૧૯ ની ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી મળેલ બેઠક ને સંબોધતા વેસ્ટન રીજીયનના ચેરમેન સીએ લલિત બજાજે જણાવ્યું હતું કે -૨૧ મી સદી ટેક્નોલૉજીની સદી છે . ભારત સરકાર • ડીજીટલ ઈન્ડિયા ” ના અભિગમ સાથે આગળ વધી રહી છે.ત્યારે દરેક ચાટર્ડ એકાઉન્ટન્ટો આ ડીજીટલ ટેક્નોલોજી અપનાવી તેમના વ્યવસાયને વધુ ઝડપી , ક્ષતિરહિત , ડેટાબેઝ કામગીરી કરવા સજ્જ થવું પડશે . તેમણે કહયુ કે કોરોનાની મહામારીએ ‘ વર્ક ફોમ હોમ ‘ નો નવો અભિગમ આપણને શીખવ્યો છે . ત્યારે આવકવેરાના , જીએસટી ના કાયદાઓ અને નિયમો તથા આવકવેરાના પડતર કેસોનો ઝડપી ઉકેલ લાવી કરદાતાઓને વાપી બ્રાંચના ચેરમેન સીએ શ્યામ પુરોહિત એ જણાવ્યું હતું કે – વાપી બ્રાંચ ૨૦૧૦ માં શરૂ થયા પછી આ વિસ્તારના સીએના વિદ્યાર્થીઓને પરીક્ષાનું નવું સેન્ટર મળ્યું છે.વાપી બ્રાંચ દ્વારા સીએના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરવા ઓને જરૂરી માર્ગદર્શન મળી રહેતે માટે ઉતમ સેવાઓ પુરી પાડવાનો સંનિષ્ઠ પ્રયાસ થાય છે . તેમણે કહયુકે -વેસ્ટન રિજીયન આઈસીએઆઈ ની સૌથી મોટી કાઉન્સીલ છે . જેમાં ગુજરાત , મહારાષ્ટ્ર અને ગોવા ની કુલ -૩૨ બ્રાંચોનો સમાવેશ થાય છે . વાપી બ્રાંચમાં વલસાડ જિલ્લો દમણ , દાદરા નગર હવેલી તથા બીલીમોરા અને દહાણું સુધીનો વિસ્તાર સમાવેશ થાય છે જેમાં ૫૦૩ જેટલા સીએ મેમ્બર્સ છે . વાપી બ્રાંચ વાપી ઇન્ડસ્ટ્રીપાલ એસોસિએશન ( NIA ) ના ઉર્પોગકારો સાથે અને ઇનકમટેક્સ ડીપાર્ટમેન્ટ સાથે તેમના આવકવેરાના પ્રશ્નો , મુશ્કેલીઓ માટે સેતુ બનીને કામગીરી કરે છે . ભારત સરકાર ની ‘ વિવાદથી વિશ્વાસ ’ જેવી ઇનકમટેક્ષ ની યોજનાઓ લાભ કરદાતાઓને મળે તે અંગે પણ વાપી બ્રાંચ સંકલન કરે છે . સીએ શ્યામ પુરોહિત કહયુ કે કોરોના કાળ માં ઇનસ્ટીટ્યુટ દ્વારા લેવાયેલ સીએ એન્ટ્રસ , આઈપીસીસી અને ફાયનલ પરીક્ષાના સમયે પરીક્ષા કેન્દ્ર પર કોવિડ -૧૯ ની ગાઈડ લાઇન્સ મુજબની સુવિધા પરીક્ષાર્થીઓ માટે ઉભી કરી હતી . વાપી બ્રાંચ ખાતે વેસ્ટન રીજીયનલ કાઉન્સીલ ના વાઇસ ચેરમેન સીએ વિશાલ દોશી , સેકટરી સીએ મુર્તઝા કાચવાલા , વાપી બ્રાંચના વાઇસ ચેરમેન સીએ વિનાયક બાફના , સેકટરી સીએ કિરણ શાહ એ પ્રાસંદિક ઉમ્બોધન કર્યું હતું . આ પ્રસંગ વાપી બ્રાંચના પૂર્વ ચેરમેન સીએ હિતેશ પટેલ , ચિતન શાહ , ગગન ચર્તુવેદી , હરિન્દ્રકુમાર , જી . બી . લઢા , છાયા કોઠારી સહિત મોટી સંખ્યામાં ચાટર્ડ એકાઉન્ટન્સ અને સીએ ના વિઘાર્થીઓ ઉપસ્થિત રહયા હતા .
