વલસાડ પંથક માં રેતી માફિયાઓ એ ઉપાડો લીધો છે અને પડોશી રાજ્યમાં મોટા કન્ટેનરો મોકલાય રહ્યા છે અને જાણે હાઇવે ઉપર રેતી ની હાટડીઓ ખુલી છે તેવે સમયે ધોલાઇ બંદરેથી રેતી ભરીને નીકળેલી 50 ટ્રકો અને ડમ્પરોને ડિટેઇન કરવામાં આવ્યા છે નોંધનીય છેકે અગાઉ આ બાબતે સત્યડે માં આ અંગે વિસ્તુત અહેવાલો છપાયા હતા પણ ખાણ ખનીજ વિભાગ ના રેતી ચોરો ઉપર ચાર હાથ હોય પગલાં ભરાતા નથી પણ એ કામ પોલીસે કરી રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં રેતીચોરો માં ફફડાટ ફેલાયો છે.
અગાઉ વલસાડના દરિયા કાંઠેથી દરિયાઇ રેતી ઉલેચવા મુદ્દે કાંઠા વિસ્તાર ના છરવાડા, માલવણ, ધરાસણા,દાંતી,દાંડી સહિત 10 ગામના સરપંચોએ ગેરકાયદે રેતી ખનન બાબતે કલેકટર એસપી સુધી રજુઆતો પણ કરવામાં આવી હતી.
વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ કાંઠાના કોસ્ટલ રોડ ઉપર વાહન ચેકિંગનો આદેશ કરતાં ડુંગરી પોલિસે કોસ્ટલ રોડ ઉપર કડક કાર્યવાહી કરાઇ છે.
વલસાડના દરિયા કાંઠાના દાંતી, કકવાડી, દાંડી, છરવાડા, ધરાસણા, ભાગલ, ઉમરસાડી, માલવણ અને ઉંટડી ગામ મળી 9 ગામની 45 હજારની વસતી માટે બેફામ ગતિએ દોડતી રેતીની ટ્રકો જોખમી બની છે જેના વિરોધમાં સરપંચો અને ગ્રામજનોનો કલેકટર કચેરીએ રજુઆત પણ કરી ચૂક્યા છે.
વલસાડના કાંઠાના ગામો નાની દાંતી,દાંડી અને બીલીમોરા વલસાડની હદ સાથે જોડાયેલા બીલીમોરાના ધોલાઇ બંદર વિસ્તારમાંથી ગેરકાયદે રીતે મહારાષ્ટ્ર સુધી લઇ જવાતી દરિયાઇ રેતીના વેપલા માટે ગેરકાયદે રેતી ખનન અને વહન કરતી ટ્રકો અને ડમ્પરોમાંથી રોડ ઉપર રીતસર નો ત્રાસ શરૂ કર્યો છે પણ સબંધીતો આંખે પાટા બાંધી દીધા છે પરિણામે રેતી નો ધંધો જોર શોર થી ચાલી રહ્યો છે.
