વલસાડ માં માટી પ્રકરણમાં માં નવો ખુલાસો સામે આવી રહ્યો છે અને હવે આ પ્રકરણમાં તળાવ ને ફાડી પાણી નિકાલ ની વાત મુદ્દે જેતે કંપની દ્વારા પાળ તોડવામાં આવી નહિ હોવાનો મજબૂત દાવો કરવામાં આવ્યો છે અને આ વાત ખોટી હોવાનું જણાવી રહ્યા છે.
વલસાડ ના મૂળી ગામે માટી ખનન ના નામે સબંધિત કંપની દ્વારા કોઈ પાળ તોડવામાં નહીં આવી હોવાનું સબંધિતો નું કહેવું છે અને ચોક્કસ માણસો દ્વારા ખોટી ખોટી નનામી અરજીઓ કરીને હેરાન કરવામાં આવી રહ્યા નું તેઓ નું કહેવું છે અહીં જે કંપની નો કોન્ટ્રાકટ ચાલે છે તેના દ્વારા કોઈ પાળ તોડવામાં આવી નથી અને તંત્ર ને બદનામ કરવામાં આવતું હોવાનું સંબંધિત વર્તુળો નું કહેવું છે અને ખોટી રીતે હેરાન કરાતા હોવાનું કહેવાય છે ત્યારે આ પ્રકરણમાં સાચી વાત બહાર આવે તે જરૂરી છે કેમકે અહીં નનામી અરજીઓ કરનારા કોણ છે અને શા માટે આવું કરી રહ્યા છે તે તપાસ નો વિષય છે, વલસાડ માં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે અને તંત્ર તેમજ કંપની વિરુદ્ધ પુરાવાઓ વગર જ આક્ષેપો થઈ રહ્યા છે તેમ ઉમેરી અરજીઓ કરી હેરાન કરવા પાછળ નો શુ ઉદ્દેશ્ય છે તે તપાસ નો વિષય હોવાનું જણાવી રહ્યા છે.
