પ્રાઇવસી પોલિસીના વિવાદને પગલે ઘણા લોકોએ Whatsapp બંધ કરવાનો નિર્ણય લીધો છે એવા સમયે યુઝર્સને જાળવી રાખવા માટે આ મેસન્જ એપ નવા ફિચર્સ લાવી રહી છે. છે. Whatsapp પોતાના વેબ વર્ઝન માટે પણ વૉયસ અને વીડિયો કૉલ ફીચર શરૂ કરવા જઇ રહ્યું છે.
WhatsAppનું નવુ ફીચર
Whatsappના નવા ફીચર અંગે પહેલાથી જ ઘણી વાતો કરવાંમાં આવી રહી હતી, પરંતુ આ વખત એક યુઝર્સે આ ખબરની એક રીતે પુષ્ટિ કરી છે કે Whatsapp પોતાના વેબ વર્ઝન માટે પણ ઓડીઓ વિડીયો ફીચર શરુ કરવા જઈ રહ્યું છે. આ વેરિફાઇડ ટ્વીટર યુઝરે ટ્વીટ કરી એક સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં જોવા મળી રહ્યું છે કે Whatsappના વેબ વર્ઝનમાં ઓડિયો અને વિડીયો કોલિંગનું ઓપ્શન બતાવ્યું છે અને સાથે જ BETA લખ્યું છે.
WhatsApp is rolling out WhatsApp Beta calls on WhatsApp Desktop for more users!https://t.co/4EduW4bHfP https://t.co/JIFRFLB8je
— WABetaInfo (@WABetaInfo) January 21, 2021
“>
ફિચર વર્ઝનમાં ટેસ્ટ કરી રહી છે
તેનો મતલબ સાફ છે કે WHATSAPP કંપની પોતાના આ ફિચર વર્ઝનમાં ટેસ્ટ કરી રહી છે. અને જલ્દી જ આ ફિચર લોન્ચ કરવામાં આવશે. જો કે આ મામલે WHATSAPPએ કોઈ જાણકારી આપી નથી. પરંતુ WHATSAPPનું પણ કહેવું છે કે આ ફિચરને કંપની ધીરે ધીરે રોલઆઉટ કરશે. Wabetainfo ની રીપોર્ટ અનુસાર, તમને જણાવી દઈએ કે આ સમયે WHATSAPP વેબ વર્ઝનમાં કોલિંગ ઓરલ વીડિયો કોલિંગ કરવાનું ફિચર અમુક લોકો પાસે જ આવ્યું છે. કારણ કે આ બધા બીટા વર્ઝનમાં છે અને કંપની આ નવા ફિચરની તપાસ કરી રહી છે.