વલસાડ ના પારડી ટાઉન વિસ્તારમાં ગુનેગારો ને ઝડપી લેવા માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી છે અને હવે રાત્રી પેટ્રોલીંગમાં પારડી પોલીસ સાયકલો લઈ ને ગુનેગારો નો પીછો કરી તેઓ ને પકડી પાડશે પારડી શહેરના મુખ્ય માર્ગો જેવા કે પારડી ચાર રસ્તા, ફુવારા જૂના બસ સ્ટેન્ડ, દમણીઝાંપા પર પેટ્રોલીંગ કરતી જ આવી છે,પરંતુ ચોર તસ્કરો મુખ્ય માર્ગ છોડી બજારના અંદરના નાના માર્ગ પર જઈ દુકાનો ઘરોમાં ચોરી કરતાં હોવાથી પારડી પોલીસે હવે આવા ચોર લોકો ને પકડી પાડવા સાયકલ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. પારડી પોલીસે સાઇકલ પર નાઈટ પેટ્રોલીંગ કરવાની શરૂઆત કરી છે.
પારડીના કેટલાક દાતાઓએ હેલ્મેટ સાથે ત્રણ સાઇકલ ભેટ માં આપતા આ સાઇકલ ઉપર પી.એસ.આઇ ગોહિલ અને પીએસઆઇ ડી.જે. બારોટે ત્રણેય સાઇકલ સ્વીકારી હતી. હવેથી પારડી પોલીસ નાઈટમાં ત્રણે સાઇકલનો ઉપયોગ કરશે. જોકે બાઇક અને કાર નો ઉપયોગ કરતા ચોરટાઓ સામે સાઇકલ પર પેટ્રોલિંગનો આ નવતર પ્રયોગ સાકાર થશે કે કેમ તે અંગે સ્થાનિક લોકો માં અનેક કોમેન્ટ થઈ રહી છે.
