દિલ્લી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસને ફિરોઝ શાહ કોટલા મેદાનમાં ગેટ નંબર 2ને ભારતના પુર્વ વિસ્ફોટક ખેલાડી વિરેન્દ્ર સહેવાગનું નામ આપવાની જાહેરાત કરી છે. 31 ઓક્ટોબરથી આ ગેટને વિરેન્દ્ર સહેવાગના નામથી ઓળખવામાં આવશે. દિલ્લી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસને એક સમીતી બનાવી હતી. આ સમીતીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે “જે ક્રિકેટરોએ શાનદાર પ્રદર્શન કર્યું હશે જે ખેલાડીઓએ ક્રિકેટમાં સારૂ યોગદાન આપ્યું હશે તેમના નામ સ્ટેડિયમમાં અલગ અલગ જગ્યાએ તેમના નામ આપવામાં આવશે.”
દિલ્લી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસના અધિકારી વિક્રમજીત સિંહે નિવેદન આપ્યું હતું કે “અમારી સમીતીએ વિરેન્દ્ર સહેવાગે મેળવેલ સિદ્ધીને ધ્યાને રાખીને ગેટ નંબર 2ને તેનું નામ આપવાનું વચન આપ્યું હતું. જેને અમે પુરૂ કરી રહ્યા છીએ. આ દિલ્લી ક્રિકેટ ટીમમાં મહત્વની ભુમિકા ભજવનાર ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપવા માટે બીજી અન્ય કાર્યો પણ હાથમાં લેવામાં આવ્યા છે.”
વિરેન્દ્ર સહેવાગે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 104 ટેસ્ટમાં 180 ઇનીંગ દરમ્યાન 49.34ની એવરેજથી 8586 રન કર્યા હતા. જેમાં 23 સદી નોંધાવી હતી. તો તેણે 251 વન-ડે મેચમાં 35.05ની એવરેજથી 8273 રન અને 15 સદી નોંધાવી હતી. જેમાં વન-ડેમાં 219 રનનો રેકોર્ડ ક્રિકેટની દુનિયામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.