આધુનિક જીવન શૈલીએ જે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓ આપી છે તેમાંની એક અતી ગંભીર સમસ્યા એટલે ડ્રાઈ આઈ સિન્ડ્રોમ આ રોગમાં આખોમાં રહેલી કુદરતી ભીનાશ ઓછી થતી જાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણી આખો માટે અશ્રુઓ પણ એટલાજ અનિવાર્ય છે. આંખોમાં રહેલ લેક્રીમલ ગ્લેડ આંસુ બનાવવાનું કામ કરે છે. આંખોમાં આવતા આંસુઓ કુદરતી ભીનાશનું કામ કરે છે. આપણે જયારે પલક જપકાવીએ ત્યારે આ ભીનાશથી રાહત મળે છે. આઈ બોલ્સના સંચાલનમાં ગંદકી હટાવવાનું કામ પણ આંસુઓ કરે છે. આખોમાં રહેલી આ કુદરતી ભીનાશના કારણે આખોને ઓક્સિજન અને અન્ય પોષક તત્વ મળે છે. આંખોમાંથી આંસુઓ સરી પડવાએ ખુબ સહજ વાત છે.
આંખોમાં આવતા આંસુઓ કુદરતી ભીનાશ ઓછી થતા ખુબજ ગંભીર સમસ્યા સર્જાય છે. આખોમાં બળતરા થાય છે. ખંજવાળ આવે છે તો કેટલીકવાર પલકો પર ઇન્ફેકશન લાગે છે.
આ બીમારી થવાના કેટલાક કારણો જોઈએ
સતત એસીમાં બેસી રહેવું
કમ્પ્યુટર પર સતત કામ કરવું
ખુબ લાંબા સમય સુધી ભરત ગુંથણ જેવું બારીક કામ કર્યા કરવું।
કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવો
બદલતા મૌસમની ખરાબ અસર
પ્રદુષણવાળા વિસ્તારોમાં ફરવું
સતત ફિલ્ડવર્ક કરતા લોકોને પણ આ બીમારી થાય છે.
આ બીમારી સામે લડવાના ઉપાય
કમ્પ્યુટર પર કામ કરતી વખતે થોડા થોડા ટાઈમે બ્રેક લેવી
આંખો પર પાણીનો છટકાંવ કરવો
કોઈ પણ દવાનો સીધો ઉપયોગ ન કરવો ડૉ.ની સલાહ બાદ જ દવાનું સેવન કરવું
ઘરની બહાર નીકળતી વખતે સારી કંપનીના સનગ્લાસ પહેરવા


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.