ક્રિકેટની દુનિયામાં એક એવો કિસ્સો બન્યો છે કે તમે જાણીવે ચોકી ઉઠશો. ક્રિકેટના સૌથી જાણીતા અમ્પાયરોમાં સામેલ થયેલા ડેરલ હેયર પર ચોરીનો આરોપ લાગ્યો છે. તેમના પર એક દારૂની દુકાનમાંથી લગભગ 9 હજાર રૂપિયા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, એમ કહેવામાં આવી રહ્યું છે કે, હેયર ક્રિકેટમાં અમ્પાયરિંગમાંથી નિવૃત્ત થયા બાદ આ દારૂના સ્ટોર પર કામ કરી રહ્યાં હતા.
ચોરીના આરોપમાં દોષિત જાહેર થયા બાદ તેમને જજ તરફથી અનોખી સજા ફટકારવામાં આવી હતી. તેમને જેલ મોકલવામાં આવ્યા ન હતા પરંતુ, તેમની પાસેથી 18 મહિનાનું સારું વર્તન કરાવવાનો બોન્ડ ભરાવવામાં આવ્યો હતો. આ સાથે તેમણે ચોરી કરેલી પૈસા પરત કરવા માટે કહેવામાં આવ્યું હતું.
જાણો, શું હતો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા હેયરે દારૂની દુકાન પર 25 ફેબ્રુઆરીથી 28 એપ્રિલ સુધી કામ કર્યું હતું, અને આ દરમિયાન તેમણે જ્યારે મોકો મળ્યો ત્યારે ચોરી કરી હતી. મીડિયા રિર્પોટ અનુસાર, હેયરને જુગાર રમવાની લત હતી અને તેના માટે તેઓ પૈસા ચોરી કરતા હતા. મહત્વપૂર્ણ છે કે, હેયરે 17 વર્ષ સુધી અમ્પાયરિંગ કર્યું હતું. તેમણે 138 વન ડે, 78 ટેસ્ટ અને 6 ટ્વેન્ટી-20 મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. તેમની કરિયર ઘણી વિવાદાસ્પદ રહી હતી. તેમણે 1995માં મેલબોન ટેસ્ટ દરમિયાન શ્રીલંકાના સ્પિનર મુરલીધરનને ચકર ગણાવ્યો હતો. તેમણે મુરલીધરનની બોલોને નોબોલ ગણાવ્યા હાતા. મુરલીધરનની ત્રણ ઓવરમાં સાત વખત તેના બોલને નોબોલ જાહેર કર્યા હતા.