વલસાડ શહેર અને જિલ્લામાં વટ મારવા માટે ફટફ્ટફટીયા લઈને નીકળી પડતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરતા આવા તત્વો ફફડી ઉઠ્યા હતા જાહેર માં ઘોઘાટ ફેલાવી અન્ય લોકો ને ત્રાસ આપતા બૂલેટ ચાલકો સામે ઉઠેલી ફરીયાદો બાદ આજે પોલીસે જિલ્લાના વિવિધ શહેરોમાં અભિયાન ચલાવી ત્રાસ ફેલાવતા બૂલેટ ચાલકો ને ઝડપી લઈ આકરી કાર્યવાહી કરતા આવા તત્વો માં ફફડાટ ફેલાઈ ગયો હતો.
બુલેટને મોડીફાઇ કરી અને તેના સાઇલેન્સરને પણ મોડીફાઇડ કરી મોટો અવાજ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવી વિકૃત આનંદ માણતા બુલેટ ચાલકો ની શાન ઠેકાણે લાવવા પોલીસે આજે વાપી અને વલસાડમાં ખાસ અભિયાન હાથ ધરતા બૂલેટ ચાલકો માં ભાગદોડ મચી હતી.
વલસાડ અને વાપીમાં પોલીસે જાહેર રસ્તા અને શહેર ના ચાર રસ્તા ઉપર ઉભા રહી અને ધ્વનિ પ્રદૂષણ કરતાં બુલેટ ચાલકો નો વારો પાડી દીધો હતો.
વાપી અને વલસાડમાં પોલીસે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 50 થી વધુ બૂલેટને જપ્ત કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. અને ધ્વનિ પ્રદૂષણ સહિત અન્ય નિયમનો ભંગ કરવા બદલ તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
