પુણેમાં ચાલી રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડેમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલી બેટીંગ કરતા ભારતને જીતવા માટે 50 ઓવરમાં 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ન્યુઝીલેન્ડ તરફથી હેનરી નિકોલસે 42 રન અને કોલીન ડે 41 રન કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે શરૂઆતમાં જ કિવીને પરેશાન કર્યું હતું. જ્યારે અક્ષર પટેલ અને ચહલે અંતમ સ્પેલમાં તરખાટ મચાવી દેતા ન્યુઝીલેન્ડની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી.
આ પહેલા ન્યુઝીલેન્ડ ટીમે ટોસ જીતી પહેલા બેટીંગ પટીંગ પસંદ કરી હતી. જેમાં ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને શરૂઆતના ત્રણ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઇ ગયા હતા અને કિવી ટીમને મોટો ઝટકો પડ્યો હતો. ઓપનર માર્ટીન ગુપટીલ 9 બોલમાં 11 રન, કોલીન મુનરો 17 બોલમાં 10 રન અને સુકાની કેન વિલિયન્સન 14 બોલમાં 3 રન કરી સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ભુવનેશ્વર કુમારે માર્ટીન ગપટીલને 2.4 ઓવરમાં 11 રને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. ત્યાર બાદ પહેલી વન-ડેમાં હીરો રહેલા રોસ ટેલર અને ટોમ લથા આજે મોટી ઇનીંગ રમવામાં સફળ થયા ન હતા. હાર્દીક પંડ્યાએ રોસ ટેલરને વિકેટ પાછળ ધોનીના હાથમાં બોલ આપી દેતા આઉટ થયો હતો. તો ટોમ લથામ 62 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અક્ષર પટેલની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે ત્યાર બાદ હેનરી નિકોલસ અને કોલીન ડે એ થોડા સારા શોટ્સ લગાવ્યા હતા. હેરનીએ 62 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 42 રન કર્યા હતા. તે ભુવનેશ્વર કુમારની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો હતો. ત્યાર બાદ કોલીન ડેએ 40 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41રન કર્યા હતા. તે ચહલની ઓવરમાં બુમરાહને કેચ આપી દેતા આઉટ થઇ ગયો હતો. આમ પુરી ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 230 રન કરી શકી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3 વિકેટ, જસપ્રીત બુરમાહ અને ચહલે 2-2 વિકેટ લીધી હતી. તો હાર્દીક પંડ્યા અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.