રાજ્ય માં મતદાન ચાલુ થઈ ગયું છે અને ગુજરાતની 6 મહાપાલિકાની આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વડોદરામાં મતદાન શરૂ થતા જ EVM મશીન ખોટવાઈ જતા દોડધામ મચી ગઇ છે વડોદરા ના છાણી ગામ માં ગંગાબાઈ સ્કૂલમાં EVM ખોટકાયું હોવાના અહેવાલો સામે આવ્યા છે અને મશીન રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે મતદાન મથકો પર કોરોનાને ધ્યાને રાખીને સોશ્યલ ડિસ્ટનીંગ તેમજ સેનેટાઈઝ સહિત ની તકેદારી રાખવામાં આવી છે મતદાન મથક ઉપર સર્કલ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે
