વડોદરા માં 41 બેઠક પર ભાજપ અને 7 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. વોર્ડ નં-2, 4, 7, 8, 10, 11, 14 અને 17માં ભાજપની પેનલની જીત થઈ છે અને વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે.
પોલિટેકનિક કોલેજ પરિણામ જાણવા માટે બહાર લોકોના ટોળા ઉમટ્યા છે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રની બહાર ઉમટ્યા છે.
