મુંબઇઃ શું તમે ક્રિકેટમાં રસ ધરાવો અને સારા ક્રિકેટર બનવાની ઇચ્છા ધરાવો છો? જો હા તો તમારી માટે એક ખુશખબર છે. હવે તમે ભારતીય ક્રિકેટના ભગવાન ગણાતા અને માસ્ટર બ્લાસ્ટરના નામથી પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકર પાસેથી ઓનલાઇન કોચિંગથી કિક્રેટના પાઠ ભણી શકો છે અને તે પણ બિલકુલ ફ્રી…
સચિન તેંદુલકર ટુંક સમયમાં ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મના ઇન્ટરેક્ટિવ ક્લાસની એક સીરિઝમાં શામેલ થશે અને તેમાં ક્રિકેટનું કોચિંગ આપશે. આ સીરિઝમાં સચિન પોતાના અનુભવો શેર કરશે અને ક્રિકેટની ઝીણામાં ઝીણ વિગતો દર્શકોને જણાવશે.
માહિતી મુજબ સચિન તેંદુલકરે ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ એનએકેટમી (Unacademy)માં હિસ્સેદારી ખરીદી છે. આ ડીલ અંગે Unacademy અને સચિન તેંદુલકર વચ્ચે સમજૂતી પણ થઇ ગઇ છે. આ સમજૂતી મુજબ માસ્ટર બ્લાસ્ટર Unacademyના બ્રાન્ડ એમ્બેસેડર બનશે. ઉલ્લેખનિય છે કે, અગાઉ ઘણા ક્રિકેટરો ક્રિકેટમાં સંન્યાસ લીધા બાદ બેઝનેસમેન બન્યા છે અને હવે તેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનું પણ નામ જોડાઇ ગયુ છે.