દમણના ડાભેલ ખાતે ટેન્કરમાં કેમિકલ ભરતી વખતે અચાનક ફલેશ ફાયરથી આગ લાગવા સાથે બ્લાસ્ટ થતા ભારે અફડા તફડી મચી ગઇ હતી આ ઘટના માં ટેન્કરનો ચાલક ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
વિગતો મુજબ ડાભેલના આટિયાવાડ સ્થિત ભારત રેક્ઝિન નામક કંપનીમાં ગુરૂવારે સાંજે સાતેક વાગ્યે ટેન્કરમાં કેમિકલ ભરવાની કામગીરી દરમિયાન અચાનક ફ્લેશ ફાયર થતા આગ ફાટી નીકળી હતી અને ટેન્કરમાં જલદ કેમિકલ હોવાથી સેક્ન્ડો માં જ આગે વિકરાળ રૂપ લઈ લેતા સ્થળ ઉપર ઊભેલા ટેન્કરના ચાલક ગંભીર રીતે દાઝી જતા તેને 108 મારફતે મરવડ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના ની જાણ થતાં જ દમણ ફાયર બ્રિગ્રેડ નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ ઘટના ને લઈ ભારે નાસભાગ ના દ્રષ્યો જોવા મળ્યા હતા
