વડોદરાના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીના પત્ની દિપ્તીબેન સોનીનું મૃત્યુ થયું છે. સામૂહિક આપઘાતમાં દિપ્તીબેને પતિ નરેન્દ્રભાઇ પુત્રી રીયા અને પૌત્ર પાર્થને ગુમાવ્યા હતા. હવે તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક 4 ઉપર પહોંચ્યો છે. દિપ્તીબેનના મૃત્યુ થયાની તેમના પરિવારજનો અને સગા-સંબંઘીઓ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ધંધા માં મંદી અને દેવું થતા મકાન વેચ્યું પણ બેન્ક માં લોન હોઈ દસ્તાવેજ નહિ બનતા તેમજ જ્યોતિષ અને ભૂવા ના ચક્કર માં વધુ દેવું થતા આખો પરિવારે ઝેરી દવા પી લીધી તેમાં સ્થળ ઉપર ત્રણ ના મોત થયા બાદ આજે વધુ એક નું સારવાર દરમ્યાન મોત થતા મૃત્યુઆંક ચાર ઉપર પહોચ્યો છે, દેવા માં ડૂબી ગયેલા સોની પરિવારે મકાન વેચ્યા બાદ દસ્તાવેજ નહિ થતા ખરીદનાર ને રૂપિયા 23.50 લાખ 4 માર્ચે પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ, નાણાંની વ્યવસ્થા ન થતાં પરિવારે 3 માર્ચના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોનીએ 2 માર્ચેની રાત્રે પરિવારના સભ્યોને ભેગા કરીને 3 માર્ચના રોજ આપઘાત કરીને લેવાનું નક્કી કર્યું હતું. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઇડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી.
