વલસાડ નજીક કપરાડા ના કુંભઘાટ ઉપર થી ટ્રક નીચે ખાબકી હતી અને ટાયરો છુટા પડી ગયા હતા સદનસીબે આ અકસ્માતમાં ડ્રાઇવર -કલીનર નો ચમત્કારિક બચાવ થયો હતોકપરાડાનો કુંભઘાટ ઢોળાવ હોવાથી અહીં અનેક અકસ્માત ના બનાવ બને છે ત્યારે આજે ફરી કપરાડાનો કુંભઘાટ ઉતરતી વેળાએ ટ્રક નંબર GJ12, AW8227 ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે ટ્રકમાં ખાંડની બોરીઓ ભરવામાં આવી હતી, આ ટ્રક લોઢીંગ હોવાની ટ્રકનો બ્રેક ફેલ થઈ ગયો હતો, જેના લીધે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે અકસ્માત સર્જાતા ટ્રકના ટાયરો પણ છુટ્ટા પડી ગયા હતા, આ કપરાડાનો કુંભઘાટ ઉતરતી વેળાએ સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલક તેમજ ક્લીનર બંન્નેનો ચમત્કારિક બચાવ થયો હતો.
નોંધનીય છેકે, કપરાડાનો કુંભઘાટ ઉતરતી વેળાએ કે ચઢતી વેળાએ દરેક વાહનચાલકો સાવચેતી પૂર્વક અહીંથી પસાર થાય તે જરૂરી બન્યું છે, કારણ કે નેશનલ હાઈવે નંબર 848 પરથી અનેક વાહનચાલકો ફૂલ સ્પીડમાં પસાર થતા હોય છે, જેથી નેશનલ હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ પણ સાવચેતી રાખે તે જરૂરી બન્યું છે.