આજરોજ વલસાડ રેલ્વે સ્ટેશન પાસે રિક્ષા ચાલકો ને રિક્ષાઓ ઉભી નહિ રાખવા મામલે રીક્ષા ચાલકો એ રીક્ષા વ્યવહાર બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો અને હડતાળ ની ચીમકી આપી હતી.
કોરોના મહામારી ના કારણે લોકડાઉન દરમિયાન ટ્રેનો બંધ હતી પરંતુ હવે છૂટ અપાતા ધીરેધીરે ટ્રેન વ્યવહાર શરૂ થતા મુસાફરો અવતા થઈ જતા રીક્ષા ચાલકો માં ધંધો ચાલુ થવાની ખુશી હતી પણ અહીં રિક્ષાઓ ઉપર પાબંધી ફરમાવતા રીક્ષાચાલકો અકળાયા હતા અને હલ્લો બોલાવી સુત્રોચ્ચાર કર્યો હતો.
તેઓ રેલ્વે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડ ની મંજૂરી ની માંગ સાથે આજે 150 થી વધુ રિક્ષા ચાલકોએ રિક્ષા બંધ રાખી રેલ્વે સ્ટેશન બહાર વિરોધ દર્શાવ્યો હતો.
કોરોના કાળ વખતે લોકડાઉન આવતા તમામ ધંધા બંધ થઈ ગયા હતા અને હવે લોકડાઉન હટી જતા હવે ધંધા પૂર્વવત થઈ રહ્યા છે ત્યારે વલસાડ માં રેલવે સ્ટેશન બહાર રોજીરોટી કમાતા રીક્ષા ચાલકો ને ત્યાંથી હઠાવવા નું શરૂ થતાં રીક્ષા ચાલકો માં નારાજગી ફેલાઈ ગઈ છે ,અહીં આવતા મુસાફરો ને લઈ જવા અને મૂકી જવાનું કામ કરી બે પૈસા કમાતા રીક્ષા ચાલકો નું કહેવું છે કે અહીં રીક્ષા સ્ટેન્ડ ફાળવવા માટે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વિભાગ માં અવારનવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ રીક્ષા સ્ટેન્ડ ફાળવવા માં આવતું નથી અને ધંધો પણ કરવા દેવામાં નહિ આવતા રીક્ષા ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા રીક્ષા ચાલકો મુશ્કેલી માં મુકાયા છે ત્યારે તેઓ ને ન્યાય મળે તેવુ ઇચ્છી રહ્યા છે.