વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા સિગ્નેચર એપાર્ટમેન્ટના ધાબા ઉપર તીન પત્તિ નો જુગાર રમી રહેલા જુગારીઓ ની પોલીસે મજા બગાડી નાખી હતી પોલીસે રેડ કરતા જ જુગારિયાઓ માં નાસભાગ મચી હતી પણ પોલીસે ચાર ને ઝડપી લીધા હતા જેમાં એક રિક્ષા એસોસિએશનના મહામંત્રી પણ હતા.
વિગતો મુજબ ધરમપુર રોડ ઉપર આવેલા સિગ્નેચર એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર જુગાર રમાઇ રહ્યો હોવાની વલસાડ સિટી પોલીસને બાતમી મળતા વલસાડ સિટી પોલીસની ટીમે રેડ કરી હતી પરિણામે અહીં નાસભાગ મચી હતી જોકે,પોલીસે ચાર ઇસમોને ઝડપી લીધા હતા જેમાં એક શહેર રિક્ષા ચાલક એસોસિએશનના મહામંત્રી અશોક રામપ્રસાદ તિવારી નો પણ સમાવેશ થાય છે,પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂ. 17,810નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.
