વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે અને મહિલાઓ ના સન્માન ની વાતો થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાની આંગણવાડી અને ફેસિલિટર બહેનો એ સરકાર દ્વારા પોતાની પડતર માંગણીઓ પરત્વે ધ્યાન નહિ આપતા મહિલા કર્મચારીઓ એ આખરે આજે કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કરી રેલી યોજી જિલ્લા વહીવટી તંત્ર ને આવેદનપત્ર પાઠવ્યું હતું
વલસાડ જિલ્લાની આંગણવાડી બહેનોની પગાર વધારાની અને ત્રીજા વર્ગમાં કે ચોથા વર્ગમાં સ્થાન મેળવવાની માંગ કરી રહી છે પણ સરકાર દ્વારા તેઓ ની માંગ નહિ સ્વીકારાતા આખરે મહિલા દીને માથા પર કાળી પટ્ટી બાંધી સરકારની નીતિ સામે વિરોધ પ્રદર્શન કરી સરકાર નું ધ્યાન દોર્યું હતું.
ગુજરાત રાજ્યમાં અને આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. આંગણવાડી બહેનો અને ફેસિલિટર બહેનોને માત્ર 2000 જેટલુ વેતન ચુકવવામાં આવે છે પરિણામે તેઓ લઘુતમ વેતન અને ત્રીજા કે ચોથા વર્ગમાં સમાવી લેવાની માંગ કરી રહ્યા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય ન લેવાતા વલસાડ જિલ્લાની આંગણવાડી લગભગ 150 જેટલી બહેનોએ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી કલેકટર કચેરી બહાર સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.