રાજ્ય માં કોંગ્રેસીઓ એકપછી એક પક્ષ ને અલવિદા કરી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના કોંગી માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે પણ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ ઘરી દઇ કોંગ્રેસ ને બાય બાય કરી દેતા અહીં સ્થાનિક વિસ્તારમાં ચર્ચા ઉઠી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને કોંગ્રેસના સભ્ય પદેથી પણ રાજીનામુ આપતો પત્ર મોકલી દિધો છે.
કોંગ્રેસ સમિતિમાં માજી ધારાસભ્યને કોઈ ગણકારતું ન હોય તેવી વાતો ચર્ચાઈ રહી છે.
વલસાડ જિલ્લાના ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ ના રાજીનામા ને લઈ અહીં નું રાજકારણ ગરમાયુ હતું.
ખાસ કરીને ટિકિટ ની વહેંચણી મુદ્દે મનદુઃખ થયા ની વાતો ચર્ચાઈ રહી છે અને સિનિયર હોવાછતાં તેઓ ની નોંધ લેવામાં નહીં આવતી હોવાની વાતો ચર્ચાના પરિઘ માં રહેવા પામી છે.