વલસાડ માં અતુલ ની એક શાળા ના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝીટિવ આવતા દોડધામ મચી છે કોરોના હિસ્ટ્રી બરોડા નું મનાય રહ્યું છે.
વલસાડ માં એક ખાનગી ટ્યૂશન કલાસ માં 2 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જણાયા હતા જોકે,તેઓ ના ત્યાં બરોડા થી આવેલ સંબંધી ને લઈ ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે.
અતુલ ની એક જાણીતી સ્કૂલ ના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જણાતાં ટ્યૂશન કલાસ ને સેનેટરાઈઝ કરાયો હતો અને અન્ય 41 વિદ્યાર્થીઓ ના કોરોના રિપોર્ટ કરાવવા અને હોમ કોરોન્ટાઇન કરવા તેમજ તેમના પરિવારજનો ના પણ રિપોર્ટ કરવા આરોગ્ય વિભાગે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા માં પ્રથમ શાળા માં આ કેસ સામે આવતા શાળા બંધ કરવા તજવીજ શરૂ થઈ છે.